સૌરાષ્ટ્રના દરિયાકાંઠના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે. દરિયામાં પવનની સ્થિતિ વચ્ચે 1 નંબરનું સિગ્નલ લગાવાયું છે. અમેરલીના જાફરાબાદ બંદર પર દરિયો તોફાની બન્યો છે. માછીમારોને દરિયો ન ખેડવા સુચના આપવામાં આવી છે. જાફરાબાદ, શિયાળબેટ, પીપાવાવ પોર્ટ, ધારાબંદરના માછીમારોને સુચના આપી દેવાઇ છે. તકેદારીના ભાગરૂપે 1 નંબરનું સિગ્નલ લગાવી લોકોને સાવચેત કરાયા છે.

ગુજરાતમાં ચોમાસાના વિધિવત વરસાદ પહેલા પણ અરબી સમુદ્રમાં સિસ્ટમ બની તેના કારણે ભારે વરસાદ થશે. અરબી સમુદ્રમાં લો પ્રેશર સક્રિય થયું છે અને લો પ્રેશર ડિપ્રેશન અથવા તો ડીપ ડીપ્રેશન બનવાની શક્યતાઓ છે. જેનીઅસર કર્ણાટકથી ગોવા સુધીના ભાગોમાં વધુ જોવા મળશે. જેના કારણે કર્ણાટકથી ઉપરના ભાગોમાં, મુંબઈથી આસપાસના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતાઓ રહેશે.

વલસાડના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતાઓ રહેશે. વલસાડના અમુક ભાગોમાં 10 ઇંચ સુધીના વરસાદની શક્યતા છે.

આ ડિપ્રેશન 28 મે બાદ હળવા પ્રકારનું વાવાઝોડું બનવાની શક્યતાઓ છે. પશ્ચિમ સૌરાષ્ટ્રના દરિયાકિનારાના ઉપરના ભાગો, ત્યાંથી કચ્છના ભાગોમાં થઈ રાજસ્થાન તરફ સુધી જવાની શક્યતા નકારી ન શકાય.

બંગાળના ઉપસાગરમાં 28 મે આસપાસ વાવાઝોડું બનવાની શક્યતાઓ રહેશે. હાલમાં અંદમાન નિકોબાર ટાપુ પર ભારે વરસાદ થવાની શક્યતાઓ રહેશે. આઠમી જૂન આસપાસ દરિયામાં પવન બદલાશે. ગુજરાત 10મી જૂન આસપાસ ભારે વરસાદ થવાની શક્યતાઓ રહેશે.

Share :

સંબંધિત સમાચાર