કર્ણાવતીમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની ઉપસ્થિતિમાં સાંસદ-ધારાસભ્યોની બેઠક યોજાઈ હતી.
કર્ણાવતી મહાનગર ખાતે ભારતીય જનતા પાર્ટીના માનનીય રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી નીતિન નવીનજીની મુખ્ય ઉપસ્થિતિમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, માન.પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ, માન. કેન્દ્રીય મંત્રી શ્રી સી. આર. પાટીલ સાહેબ, માન. રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી શ્રી બી. એલ. સંતોષજી અને પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી, માન.નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબની વિશેષ ઉપસ્થિતિમાં આયોજિત સાંસદશ્રીઓ તથા ધારાસભ્યશ્રીઓની બેઠકમાં માન. ધારાસભ્યશ્રી બલવંતસિંહ રાજપૂત સાહેબને સહભાગી થવાનો અવસર મળ્યો.
આ બેઠક અંતર્ગત સંગઠનની મજબૂતી, આગામી કાર્યક્રમોની રૂપરેખા તથા રાષ્ટ્રસેવા અને
કર્ણાવતીમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની ઉપસ્થિતિમાં સાંસદ-ધારાસભ્યોની બેઠક યોજાઈ
કર્ણાવતી: સંગઠનને વધુ મજબૂત બનાવવા અને આગામી કાર્યક્રમોની રૂપરેખા નિર્ધારિત કરવા માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા કર્ણાવતી મહાનગર ખાતે સાંસદશ્રીઓ તથા ધારાસભ્યશ્રીઓની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં પાર્ટીના માનનીય રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી નીતિન નવીન મુખ્ય ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, કેન્દ્રીય મંત્રી શ્રી સી. આર. પાટીલ, રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી શ્રી બી. એલ. સંતોષ, પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી તેમજ નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
બેઠક દરમિયાન સંગઠનની મજબૂતી, આગામી કાર્યક્રમોની આયોજન રૂપરેખા તથા રાષ્ટ્રસેવા અને જનસેવા સંબંધિત વિવિધ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા અને સમીક્ષા કરવામાં આવી.
ઉલ્લેખનીય છે કે આ બેઠકમાં માનનીય ધારાસભ્ય શ્રી બલવંતસિંહ રાજપૂતએ પણ સહભાગી બની માર્ગદર્શન મેળવ્યું હતું.










