ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી ખાતે બંકિમચંદ્ર ચટોપાધ્યાયજી દ્વારા રચાયેલ ભારતના અમર રાષ્ટ્રગીત “વંદે માતરમ” ને 150 વર્ષ પૂર્ણ થવાના અવસરે વિશેષ સમૂહ ગાનનું આયોજન કરવામાં આવ્યું હતું.

માન. ધારાસભ્યશ્રી બલવંતસિંહ રાજપૂત સાહેબની વિશેષ ઉપસ્થિતિમાં સમગ્ર કેમ્પસ દેશભક્તિના સ્વરોથી ગુંજી ઉઠ્યો. સાહેબે “વંદે માતરમ” ગીતના ઐતિહાસિક મહત્વ અને સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન તે કેવી રીતે લાખો સ્વાતંત્ર્ય સેનાનીઓ માટે પ્રેરણાસ્ત્રોત બન્યું હતું તે સુંદર રીતે સમજાવ્યું.

આજનો દિવસ માત્ર ગીતનો નહીં, પરંતુ દેશપ્રેમ, એકતા અને માતૃભૂમિ પ્રત્યેના અખંડ શ્રદ્ધાનો ઉત્સવ બની રહ્યો.

Share :

સંબંધિત સમાચાર