- 24 May, 2025
- 159
ગુજરાતમાં કોરોનાનો વધુ એક કેસ નોંધાયો, દર્દીએ લીધેલી અમદાવાદ એરપોર્ટની મુલાકાત
પેટલાદ શહેરમાં કોરોનાનો એક નવો કેસ સામે આવ્યો છે. લગભગ છ દિવસ પહેલા દર્દીમાં તાવ અને શરદીના લક્ષણો જોવા મળ્યા હતા. જે બાદ દર્દીએ પેટલાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર લીધી હતી. જે બાદ તેમનો આરટીપીસીઆર ટેસ્ટ કરાયો હતો..જેમાં દર્દી કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું હતું. અત્યારે દર્દીને હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે.
અર્બન હેલ્થ સેન્ટરની ટીમ દ્વારા દર્દીના ઘરની આસપાસના વિસ્તારમાં સર્વેની કામગીરી કરવામાં આવી છે. સાવચેતીના ભાગરૂપે દર્દીના પરિવારના સભ્યોના પણ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે, જે તમામ રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.
અમદાવાદમાં કોરોના કેસની સંખ્યામાં વધારો થયો થયો છે..ગઇકાલે એક જ દિવસમા અમદાવાદ શહેરમાં કોરોનાના નવા 20 કેસ નોંધાયા છે. સુરતમાં 2 રેસીડેન્ટ ડૉક્ટર કોરોના પોઝિટિવ આવ્યા છે. આ ઉપરાંત કડીમાં 3, સુરતમાં 2, રાજકોટ-બનાસકાંઠામાં 1-1 કેસ નોંધાયો છે. નવા કેસના દર્દીઓમાં સામાન્ય તાવ, કફ, શરદીનાં લક્ષણો જોવા મળ્યાં છે. અમદાવાદ શહેરમાં માં અત્યાર સુધીમાં કુલ 29 કોરોનાના કેસ નોંધાયા છે, જેમાંથી 8 દર્દીઓને રજા આપી દેવાઈ છે.
સુરત શહેરની વાત કરીએ તો આશરે સાડા ત્રણ વર્ષ બાદ સુરતમાં કોરોનાની રિ-એન્ટ્રી થઇ છે. સુરતમાં જે બે કેસ સામે આવ્યા છે તે બન્ને તબીબ છે. અને સુરત સિવિલ હોસ્પિટલમાં રેસિડેન્ટ ડોક્ટર તરીકે ફરજ બજાવે છે. તેઓને હાલ કોરોનાના હળવા લક્ષણો હોવાથી સિવિલ હોસ્પિટલમાં રાખવામાં આવ્યા છે. શરદી, ઉધરસ અને ફેફસામાં તકલીફ બાદ બન્નેનો રિપોર્ટ કઢાવવામાં આવતા બન્ને કોરોના પોઝિટવ આવ્યા હતા.
તો આ તરફ બનાસકાંઠામાં પણ કોરોનાનો એક કેસ નોંધાયેલો છે. બનાસ જનરલ હોસ્પિટલમાં એક દર્દીનો કોરોનો રિપોર્ટ પોઝિટવ આવ્યો હતો.










