- 08 Nov, 2025
- 48
એકતાનગર ખાતે ‘ભારત પર્વ – 2025’ની ભવ્ય ઉજવણી: રાજસ્થાનના મુખ્યમંત્રી અને રાજ્યના કેબિનેટ મંત્રીની ઉપસ્થિતિમાં સાંસ્કૃતિક એકતાનો અદ્ભુત ઉત્સવ
એકતાનગર:
એકતાનગરના આંગણે ‘ભારત પર્વ – 2025’ની ભવ્ય ઉજવણી યોજાઈ, જેમાં રાજસ્થાનના મુખ્યમંત્રી શ્રી ભજનલાલ શર્મા તથા રાજ્યના કેબિનેટ મંત્રી ડૉ. પ્રદ્યુમનભાઈ વાજા વિશિષ્ટ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન કલાકારોએ વિવિધ રાજ્યોની સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને જીવંત કરતાં રાજસ્થાનનું ઘુમર નૃત્ય, ગુજરાતનો રાસ, અને આસામનો બીહુ નૃત્ય રજૂ કરીને ભારતની એકતા અને વૈવિધ્યતાનો સુંદર સંગમ રજૂ કર્યો.
મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ સ્ટેચ્યૂ ઓફ યુનિટી પરિસરમાં પહોંચીને લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના ચરણોમાં પુષ્પાંજલિ અર્પણ કરી રાષ્ટ્રીય એકતાનો સંદેશ આપ્યો હતો.
આ અવસરે મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે –
“ભારત પર્વની ઉજવણી આપણી મૂળ સંસ્કૃતિ અને પરંપરાને જોડતી અને આપણા સાંસ્કૃતિક મૂલ્યોનું સન્માન કરતી અદ્ભુત તક પૂરી પાડે છે.”
કેબિનેટ મંત્રી ડૉ. પ્રદ્યુમનભાઈ વાજાએ કહ્યું કે –
“ગુજરાતની ભૂમિ માત્ર વિકાસ અને આધુનિકતાની જ નહીં, પરંતુ આધ્યાત્મિકતાની ભૂમિ પણ છે. અહીંના મંદિરો આધ્યાત્મિક શાંતિ અને એકતાના પ્રતિક છે.”
આ કાર્યક્રમ દ્વારા ભારતની વિવિધ સંસ્કૃતિઓ, પરંપરાઓ અને એકતાનો અદભુત ઉત્સવ એક જ મંચ પર ઉજવાયો.










