ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર અને ફેકલ્ટી ઓફ આર્ટ્સ હ્યુમિનિટીઝ & સોશ્યલ સાયન્સ કૉલેજના સંયુક્ત ઉપક્રમે માનનીય ચેરમેનશ્રી બલવંતસિંહ રાજપૂત સાહેબના માર્ગદર્શન હેઠળ ‘માતૃભાષા મહોત્સવ’ અંતર્ગત એક ભવ્ય ‘કવિ સંમેલન’નું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના દ્રારા કરવામાં આવી હતી. આ પ્રસંગે ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષશ્રી આદરણીય ડૉ. ભાગ્યેશ જહા સાહેબનો માતૃભાષા વિશેનો સંદેશ વિડીયોના માધ્યમથી વિદ્યાર્થીઓને બતાવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટીના કુલસચિવશ્રી ડૉ. હિમ્મતસિંહ રાજપૂત સાહેબ, એડમિન ડિરેક્ટરશ્રી ડૉ. ચેતનાબા રાજપૂત, કવિ અનિલ ચાવડા, કવિ ભાવેશ ભટ્ટ, કવિ ભાવિન ગોપાણી આવ્યા હતા. કવિઓએ પોતાની રસપ્રદ રચનાઓ પ્રસ્તુત કરી વિદ્યાર્થીઓને આનંદ કરાવ્યો હતો. આ કાર્યક્રમમાં આર્ટ્સ કોલેજના ડીનશ્રી ડૉ. લલિતભાઈ પટેલ, આચાર્યાશ્રી ડૉ. રેણુકાબેન રાજપૂત, આર્ટ્સ કોલેજના અધ્યાપકગણ, કોલેજના અને ગોકુલ પબ્લિક સ્કૂલના વિધાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડૉ. વિજય સેનમા અને આયોજન ગુજરાતી વિભાગના અધ્યાપક ડૉ. નરેશ રાવત દ્રારા કરવામાં આવ્યું હતું.

Share :

સંબંધિત સમાચાર