- 25 Sep, 2025
- 62
“પ્રાંતિજમાં સ્વદેશી અભિયાનથી વ્યાપાર જગતમાં નવી ઉર્જા” કેબિનેટ મંત્રીએ નાગરિકો અને વેપારીઓને માત્ર સ્વદેશી બનાવટ ખરીદવા-વેચવા અનુરોધ કર્યો હતો.
પ્રાંતિજ : માનનીય કેબિનેટ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત સાહેબે પ્રાંતિજ ખાતે આવેલી દુકાનોમાં પ્રતિકાત્મક સ્વદેશી ઉત્પાદનોના સ્ટીકર લગાવી ‘સ્વદેશી અભિયાન’ને પ્રોત્સાહન આપ્યું હતું. આ અવસરે સાહેબે વેપારીઓ સાથે સહજભાવે સંવાદ સાધ્યો તથા તેમના દ્વારા વેચાતાં ઉત્પાદનો અંગે જાણકારી મેળવી હતી.
શ્રી રાજપૂત સાહેબે જણાવ્યું કે, માનનીય વડાપ્રધાનશ્રીના ‘આત્મનિર્ભર ભારત’ના સંકલ્પને સાકાર કરવા માટે વેપારીઓ અને નાગરિકોએ માત્ર સ્વદેશી બનાવટની જ વસ્તુઓ વેચવી અને ખરીદવી જોઈએ. તેમણે સ્થાનિક વેપારીઓને સ્વદેશી ઉત્પાદનના પ્રચાર-પ્રસાર માટે સક્રિય થવા આહ્વાન કર્યું.
આ પ્રસંગે સાંસદશ્રી શ્રીમતી શોભનાબેન બારૈયા, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કનુભાઈ પટેલ, ધારાસભ્યશ્રી ગજેન્દ્રસિંહ પરમાર, પૂર્વ ધારાસભ્યશ્રી દીપસિંહ રાઠોડ અને મહેન્દ્રસિંહ બારૈયા, નગરપાલિકા પ્રમુખ શ્રીમતી અનિતાબેન, ઉદ્યોગ કમિશનર શ્રી પી. સ્વરૂપ, જિલ્લા કલેકટર શ્રી નારાયણ સિંગ સંધુ, નાયબ કલેકટર શ્રીમતી આયુષી જૈન, જિલ્લા ભાજપના મહામંત્રી, નગરપાલિકાના કોર્પોરેટરો તેમજ સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.










