માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દૃઢ નેતૃત્વ હેઠળ ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખી અત્યાર સુધીનું સૌથી મોટું આશરે ₹10,000 કરોડનું કૃષિ રાહત-સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. સાથે જ ₹15,000 કરોડથી વધુની ટેકાના ભાવે ખરીદી કરવાની ઐતિહાસિક જાહેરાત કરીને સરકારશ્રીએ ખેડૂત કલ્યાણ પ્રત્યેની અદમ્ય પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે.

પાટણ જિલ્લામાં આજથી ટેકાના ભાવે ખરીદીનો શુભારંભ થયો છે. જિલ્લાના સમી, વારાહી અને સિદ્ધપુર ખાતે ખરીદી કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે. ખેડૂતોને સરળતા રહે તે માટે તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.ખેડૂતોને sms થી જાણ કરવામાં આવે છે. 

જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી જીગ્નેશ પટેલે જણાવ્યું કે પાટણ જિલ્લામાં આજે ટેકાના ભાવે ખરીદીનો શુભારંભ કરવામાં આવ્યો છે. જિલ્લામાં સમી, વારાહી અને સિદ્ધપુર ખાતે ખરીદી કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે.

આજે સિદ્ધપુર માર્કેટયાર્ડ ખાતે ખેડૂતો પોતાની જણસ લઈને આવ્યા હતા. સરકારના ટેકાના ભાવે ખરીદી શરૂ થતાં ખેડૂતોના ચહેરા પર ખુશી છવાઈ ગઈ હતી. વધુ ભાવ મળતા ખેડૂતોમાં આનંદનો માહોલ જોવા મળ્યો અને ખેડૂતો દ્વારા રાજ્ય સરકાર તથા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પ્રત્યે આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

રાજ્ય સરકારના આ નિર્ણયથી ખેડૂતોને મોટો આર્થિક સહારો મળ્યો છે. કમોસમી વરસાદ અને કુદરતી આફતોના કારણે થયેલા પાકના નુકસાન બાદ આ સહાય ખેડૂત માટે આશીર્વાદરૂપ સાબિત થશે. બે હેક્ટર જમીન ધરાવતા ખેડૂતોને ₹44,000ની સહાય મળશે.
મગફળી, સોયાબીન, મગ અને અડદના પાકોની ટેકાના ભાવે ખરીદી હાથ ધરવામાં આવી છે.
 

Share :

સંબંધિત સમાચાર