- 14 Oct, 2025
- 52
પાટણ ખાતે વિકાસ સપ્તાહ-2025 અંતર્ગત કૃષિ વિકાસ દિન અને રવિ કૃષિ મહોત્સવનો ભવ્ય શુભારંભ થયો હતો.
પાટણ ખાતે વિકાસ સપ્તાહ - 2025 અંતર્ગત કૃષિ વિકાસ દિન અને રવિ કૃષિ મહોત્સવ - 2025નો શુભારંભ ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી માનનીય શ્રી બલવંતસિંહ રાજપૂત સાહેબના હસ્તે ખેડૂતપુત્રોની સાથે ભવ્ય રીતે કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે અંદાજિત ₹16 કરોડ 40 લાખના વિકાસકર્મોનું ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું, જે પાટણ જિલ્લામાં કૃષિ ક્ષેત્રના સર્વાંગી વિકાસ માટે એક મહત્વપૂર્ણ પગલું સાબિત થયું હતું.










