- 14 Oct, 2025
- 54
પાલનપુરમાં વિનાયક ગ્રુપના આધુનિક પ્રોજેક્ટ ‘વિનાયક વાટિકા’ અને ‘વિનાયક ઓરિકા’નું લોકાર્પણ ભવ્ય રીતે સંપન્ન હતો.
પાલનપુરના વિકાસને એક નવી ઊંચાઈ આપતા વિનાયક ગ્રુપ દ્વારા આયોજિત ‘વિનાયક વાટિકા’ અને ‘વિનાયક ઓરિકા’ રહેણાંક પ્રોજેક્ટોનું લોકાર્પણ ભવ્ય વાસ્તુ નવચંડી મહાયજ્ઞ સાથે ખૂબ જ શાનદાર રીતે યોજાયું.
આ પાવન પ્રસંગે ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી માનનીય શ્રી બલવંતસિંહ રાજપૂત સાહેબ વિશિષ્ટ ઉપસ્થિતિ રહ્યા હતા અને લોકાર્પણ વિધિનું સુખદ આરંભ કરાવ્યો.
વિનાયક વાટિકા અને વિનાયક ઓરિકા પ્રોજેક્ટો પાલનપુર શહેરમાં આધુનિક જીવનશૈલી, સુરક્ષા અને સુવિધાઓથી ભરપૂર જીવન જીવવાનું સ્વપ્ન સાકાર કરે તેવા છે. આ પ્રોજેક્ટો વૈદિક પરંપરા અને વાસ્તુશાસ્ત્રના સિદ્ધાંતોને આધારે રચાયા છે, જેમાં શાંતિપૂર્ણ અને સમૃદ્ધ જીવન માટેના તમામ પાસાઓનો વિચાર કરવામાં આવ્યો છે.
આ પ્રસંગે ધારાસભ્ય શ્રી અનિકેતભાઈ ઠાકર, શ્રી વિજય સોમજી ગુરુજી, શ્રી પરથીરામ મહારાજ, શ્રી ચિનુભારતી મહારાજ, શ્રી રૂપસિંહ રાજપુત, શ્રી લાલજી ચૌધરી, શ્રી ડી.ડી. રાજપુત, શ્રી કિશોરસિંહ રાજપુત, શ્રી એલ.કે. બારડ, ડૉ. જાડેજા, શ્રી હરિભાઈ ચૌધરી, શ્રી દિનેશભાઈ ચૌધરી, શ્રી મદારસિંહ, શ્રી દશરથસિંહ રાજપુત, શ્રી ગુલાબસિંહ વાઘેલા, શ્રી દિગ્વિજયસિંહ તેમજ સંતો-મહંતો અને સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.










