- 22 May, 2025
- 210
અમેરિકામાં મોટો હુમલો! ઈઝરાયલી દૂતાવાસના 2 કર્મચારીને ગોળીએ ભૂંજી દેવાયા, વોશિંગ્ટન કંપી ઉઠ્યું
અમેરિકાના વોશિંગ્ટનમાં ઇઝરાયલી દૂતાવાસના બે કર્મચારીઓની હત્યા કરવામાં આવી છે. ગોળીબારની આ ઘટના એક મ્યુઝિયમની બહાર બની હતી, જ્યાં અમેરિકન યહૂદી સમિતિનો એક કાર્યક્રમ ચાલી રહ્યો હતો.
આ ગોળીબાર એક યહૂદી સંગ્રહાલયની બહાર થયો હતો જ્યાં અમેરિકન યહૂદી સમિતિ દ્વારા આયોજિત એક કાર્યક્રમ ચાલી રહ્યો હતો. એફબીઆઈનું જોઈન્ટ ટેરરિઝમ ટાસ્ક ફોર્સ આ ઘટનાની તપાસ કરી રહ્યું છે.
હોમલેન્ડ સિક્યુરિટી વિભાગના સચિવ ક્રિસ્ટી નોએમે જણાવ્યું હતું કે વોશિંગ્ટન ડીસીમાં યહૂદી સંગ્રહાલય નજીક ઇઝરાયલી દૂતાવાસના બે કર્મચારીઓની હત્યા કરવામાં આવી હતી. અમે આની સક્રિય તપાસ કરી રહ્યા છીએ અને જેમ જેમ અમને ખબર પડશે તેમ તેમ વધુ માહિતી શેર કરીશું. પીડિતોના પરિવારો માટે પ્રાર્થના કરો. અમે હત્યારાઓને ન્યાયના કઠેડામાં લાવીશું.
એફબીઆઈના ડિરેક્ટર કાશ પટેલે જણાવ્યું હતું કે મને અને મારી ટીમને વોશિંગ્ટનમાં યહૂદી સંગ્રહાલયની બહાર ગોળીબારની જાણ કરવામાં આવી હતી. અમે MPD સાથે નજીકથી કામ કરી રહ્યા છીએ. પીડિતો અને તેમના પરિવારો માટે પ્રાર્થના કરો. અમે તમને આ વિશે ટૂંક સમયમાં વધુ માહિતી આપીશું.
આ ઘટના પર પ્રતિક્રિયા આપતા, સંયુક્ત રાષ્ટ્રમાં ઇઝરાયલી રાજદૂત ડેની ડેનને તેને યહૂદીઓ વિરુદ્ધ આતંકવાદી કૃત્ય ગણાવ્યું છે.










