- 19 May, 2025
- 263
ગુજરાત દેશના અગ્રગણ્ય કાપડ ઉદ્યોગ કેન્દ્ર તરીકે, વૈશ્વિક સ્તરે પોતાની આગવી ઓળખ બનાવી ચૂક્યું છે : કેબિનેટ મંત્રી..
ગાંધીનગર: સોમવાર ગાંધીનગર ખાતે આયોજિત ફેબ્રિક સોર્સિંગ એક્સ્પો (FABEXA)માં રાજ્યના કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતે ખાસ ઉપસ્થિત રહી ટેક્સ્ટાઈલ સેક્ટરના આગેવાનો સાથે સંવાદ કરી વિવિધ સ્ટોલ્સની મુલાકાત લઈને ટેક્સ્ટાઈલ ની વિવિધ પ્રોડક્ટ્સ નિહાળી હતી.

આ પ્રસંગે કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એ કાપડ ઉદ્યોગના સર્વાંગી વિકાસ માટે "5F વિઝન" ફાર્મ, ફાઇબર, ફેક્ટરી, ફેશન અને ફોરેનની દિશામાં કાર્ય કરવાની દિશા દર્શાવી છે.

આ વિઝનના અનુસંધાને આજે ગુજરાતમાં ટેક્સ્ટાઈલ ક્ષેત્રે આધુનિક ટેકનોલોજી અને નવીનતા ના આધારે ઝડપી વિકાસ થઈ રહ્યો છે.આજે ગુજરાત દેશના અગ્રગણ્ય કાપડ ઉદ્યોગ કેન્દ્ર તરીકે, વૈશ્વિક સ્તરે પોતાની આગવી ઓળખ બનાવી ચૂક્યું છે. આવી સ્થિતિમાં આ એક્સ્પો વિશ્વભરના ખરીદદારો અને ઉદ્યોગજનો માટે એક વિશાળ પ્લેટફોર્મ તરીકે કાર્ય કરશે અને રાજ્યના ટેક્સ્ટાઈલ સેક્ટરને નવી ઊંચાઈઓ એ લઈ જશે અને આના કારણે નિકાસને વેગ મળશે તેમજ રોજગારીના અવસરો પણ વધશે તેમ જણાવ્યું હતું

આ એક્સપોમાં ગૌરાંગ ભાઈ ભગત પ્રેસિડેન્ટ મસ્કતી મહાજન માર્કેટ, મમતાબેન વર્મા અધિક મુખ્ય સચિવ ઉદ્યોગ વિભાગ,કેયુરભાઈ સંપટ એમ.ડી ઇન્ડેક્સ-બી, પી.સ્વરૂપ ઉદ્યોગ કમિશનર સહિત વિવિધ એસોસિ એશનના સભ્યો તેમજ મોટી સંખ્યામાં ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહ્યા હતા.










