Banaskantha Corona Case : બનાસકાંઠા જિલ્લામાં કોરોનાનો પગપેસારો થતાં આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે. બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર શહેરમાં 11 વર્ષનો બાળકનો કોરોના વાયરસનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. આ તરફ હવે કોરોના પોઝિટિવ બાળકને ઘરમાં જ આઇસોલેટ કરાયો. આ બાળકમાં કોવિડના લક્ષણો જણાતા રિપોર્ટ કરાવાયો હતો.

આણંદ જિલ્લામાં કોરોનાનો પ્રથમ કેસ સામે આવ્યો છે. પેટલાદ શહેરમાં કોરોના કેસ નોંધાયો છે. કોરોનાના કેસને પગલે તંત્ર દોડતું થઇ ગયું છે. બુધવાર સુધીમાં રાજ્યમાં કોરોનાના 13 કેસ નોંધાયા હતા. જ્યારે ગઇકાલે એટલે કે ગુરુવારે આજે એક જ દિવસમાં કોરોનાના 21 નવા કેસ સામે આવતા કુલ આંકડો 34 પર પહોંચી ગયો હતો. આ વધારો આરોગ્ય તંત્ર માટે ફરી એકવાર સાવચેતીનો સંકેત આપી રહ્યો છે. કુલ 34 કેસ પૈકી મદાવાદ કોર્પોરેશન વિસ્તારના એકલાના જ 32 કેસ છે, આ ઉપરાંત, અમદાવાદ ગ્રામ્યમાં 1 કેસ અને રાજકોટ કોર્પોરેશન વિસ્તારમાં પણ 1 કેસ સામે આવ્યો છે. આ આંકડા દર્શાવે છે કે અમદાવાદ શહેરમાં કોરોનાનું સંક્રમણ ફરી સક્રિય બન્યું છે.

તમામ કેસ ઓમિક્રોન વેરિયન્ટના

રાહતની વાત એ છે કે, નોંધાયેલા તમામ 34 કેસ ઓમિક્રોન વેરિયન્ટના છે. હોંગકોંગમાં દેખાયેલા નવા વેરિયન્ટનો ગુજરાતમાં હજુ સુધી એક પણ કેસ નોંધાયો નથી, જે એક સકારાત્મક સંકેત છે. જોકે કેસોમાં થયેલો આ એકાએક વધારો લોકોને સાવચેતી રાખવા અને કોવિડ 19 પ્રોટોકોલનું પાલન કરવા માટે પ્રેરિત કરે છે. આરોગ્ય વિભાગ દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.

Share :

સંબંધિત સમાચાર