- 30 Nov, 2025
- 33
બાવન વાંટા રાજપૂત યુવા સંગઠન દ્વારા ભાવનાત્મક સમૂહ લગ્નોત્સવનું સફળ આયોજન
સમાજની એકતા અને સંસ્કૃતિના સંવર્ધન માટે બાવન વાંટા રાજપૂત યુવા સંગઠન દ્વારા પવિત્ર સામાજિક સમૂહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમને સામાજિક પવિત્રતા, ભાવનાત્મક સૌહાર્દ અને સ્નેહ-સૌજન્યથી ઉજવવામાં આવ્યો.
આ પ્રસંગે માન. ધારાસભ્ય શ્રી બલવંતસિંહ રાજપૂત સાહેબે ઉપસ્થિત રહી 52 નવદંપતીઓને સુખી દામ્પત્ય જીવનનાં આશીર્વાદ અર્પ્યા અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી.
સામાજિક એકતા, સૌહાર્દ અને પ્રગતિના સંદેશને આગે વધારતા આ સમૂહ લગ્નોત્સવનું સફળ આયોજન ખરેખર પ્રશંસનીય રહ્યું. આ ઉત્તમ અને પવિત્ર કાર્ય માટે બાવન વાંટા રાજપૂત યુવા સંગઠન તેમજ તમામ મુખ્ય દાતાશ્રીઓ, આયોજનકર્તાઓ અને સેવકોને હાર્દિક અભિનંદન અને શુભકામનાઓ પાઠવવામાં આવે છે.










