- 08 Aug, 2025
- 272
રાખડી મેકિંગ સ્પર્ધા, રાખડી એક્સપો અને રક્ષાબંધનના પાવન પર્વની ઉજવણી ગોકુલ ગ્લોબલ સ્કૂલ ખાતે ઉમંગભેર યોજાઈ હતી.
સિદ્ધપુર - ગોકુલ ગ્લોબલ સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓ માટે રાખડી મેકિંગ સ્પર્ધા, રાખડી એક્સપો અને રક્ષાબંધન ઉત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. રક્ષાબંધનના પાવન પર્વે ભાઈ-બહેનની પ્રેમભીની પરંપરાને ઉજવતા આ કાર્યક્રમો ઉત્સાહભેર યોજાયા હતા.
વિદ્યાર્થીઓએ વિવિધ શૈલીઓમાં સુંદર અને કૃતિમય રાખડીઓ બનાવીને પોતાનું સર્જનાત્મકતાનું અભિવ્યક્તિ આપી. રાખડી એક્સપો દ્વારા વિદ્યાર્થીઓની તૈયાર કરેલી રાખડીઓ પ્રદર્શનમાં મુકાઈ હતી, જેને જોઈને મન્મોહક ભાવના ઊભી થઈ.
આ ભવ્ય કાર્યક્રમમાં ડિરેક્ટર અરવિંદ સર, પ્રિન્સિપલ પ્રકાશ સર, તથા ગોકુલ પબ્લિક સ્કૂલના પ્રિન્સિપાલ ગીતા મેડમ અને તમામ શૈક્ષણિક અને અધ્યાપક સ્ટાફે પોતાની ઉપસ્થિતિ અને ઉત્સાહભરી ભાગીદારી નોંધાવી હતી.










