પાલનપુર :સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત પાલનપુર તાલુકાના મલાણા ગામે આવેલી વિનય મંદિર હાઈસ્કૂલ ખાતે આજે સાફસફાઈના કાર્યમાં શ્રમદાન કરવામાં આવ્યું. દેશભરમાં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ (17 સપ્ટેમ્બર)થી લઈને પૂજ્ય મહાત્મા ગાંધીજીની જન્મજયંતી (2 ઓક્ટોબર) સુધી "સેવા પખવાડિયા" ઉજવાઈ રહ્યું છે, જેના ભાગરૂપે આ કાર્યક્રમ યોજાયો.

અભિયાન અંતર્ગત સૌએ સ્વચ્છતા શપથ’ લઈને સ્વચ્છ જીવનશૈલી અપનાવવાનો સંકલ્પ કર્યો. સાથે જ એક પેડ મા ના નામ’ અંતર્ગત વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણ માટે સકારાત્મક પહેલ હાથ ધરાઈ. આ પ્રવૃત્તિઓ દ્વારા માત્ર કચરો સાફ કરવાનો નહિ, પરંતુ સમાજમાં સ્વચ્છતા અને પર્યાવરણ પ્રત્યે જવાબદારીના ભાવનો વિકાસ કરવાનો સંદેશ આપવામાં આવ્યો.

સ્વચ્છતા અભિયાનને દૈનિક જીવનનો અવિભાજ્ય ભાગ બનાવી ઘરો, શાળાઓ, રસ્તાઓ અને જાહેર સ્થળોને સ્વચ્છ રાખવાનો સંકલ્પ લેવાયો. વિકસિત ભારત અને વિકસિત ગુજરાત માટે સ્વચ્છતા એ પાયાની શરત હોવાનુ આગેવાનો દ્વારા ભારપૂર્વક જણાવાયું.

આ પ્રસંગે ધારાસભ્યશ્રી અનિકેતભાઈ ઠાકર, શ્રી પ્રવીણભાઈ માળી, અગ્ર સચિવ મમતા વર્મા, ઉદ્યોગ કમિશનર શ્રી પી. સ્વરૂપ, ભાજપ જિલ્લા મહામંત્રી શ્રી સંજયભાઈ બ્રહ્મભટ્ટ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી, ગામના સરપંચશ્રી, પૂર્વ ધારાસભ્યશ્રી મોહનભાઈ પટેલ, શ્રી ચંદુભાઈ જોશી, શ્રી અશ્વિનભાઈ સકસેના, શ્રી લાલજીભાઈ પ્રજાપતિ, જિલ્લા વહીવટી તંત્ર, સંગઠનના હોદ્દેદારો તથા ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Share :

સંબંધિત સમાચાર