- 14 Apr, 2026
- 132
સિદ્ધપુરમાં બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મજયંતિ નિમિત્તે પુષ્પાંજલિ, જનસેવા રૂપે છાશનું વિતરણ કર્યું હતું.
સિદ્ધપુર ખાતે બાબા સાહેબ ડૉ. ભીમરાવ આંબેડકરજીની ૧૩૫મી જન્મ જયંતિ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. સીવીલ હોસ્પિટલ ચોક ખાતે તેમની પ્રતિમાને ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂત દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરી નમ્ર શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.
આ પ્રસંગે વક્તાઓએ બાબા સાહેબના સમાનતા અને ન્યાયના વિચારોને યાદ કરી તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. સાથે સાથે જનસેવાના ભાગરૂપે ઉપસ્થિત જનતા માટે છાશનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં પૂર્વ સાંસદ, શહેર ભાજપ પ્રમુખ, તાલુકા ભાજપ પ્રમુખ, મહામંત્રીશ્રીઓ, એ.પી.એમ.સી. ચેરમેન, પૂર્વ નગરપાલિકા પ્રમુખ, પૂર્વ સદસ્યો, સિનિયર તથા સામાજિક આગેવાનો તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.









