માન. ધારાસભ્ય શ્રી બલવંતસિંહ રાજપૂત સાહેબે સિધપુર કાર્યાલય ખાતે જનસંવાદ યોજ્યો હતો.
માનનીય ધારાસભ્ય શ્રી બલવંતસિંહ રાજપૂત સાહેબ સિધપુર સ્થિત પોતાના કાર્યાલય ખાતે ઉપસ્થિત રહ્યા હતા, જ્યાં વિધાનસભા વિસ્તારમાંથી આવેલા લોકોના પ્રશ્નો અને રજૂઆતો તેમણે ધ્યાનપૂર્વક સાંભળી હતી.
આ પ્રસંગે ધારાસભ્યશ્રીએ લોકોના પ્રશ્નોના યોગ્ય અને ઝડપી ઉકેલ લાવવા માટે પૂર્ણ વિશ્વાસ આપ્યો હતો. જનસંવાદ દરમિયાન વિવિધ મુદ્દાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી, જેમાં સ્થાનિક સમસ્યાઓના નિવારણ માટે જરૂરી પગલાં લેવાની ખાતરી આપવામાં આવી હતી.




