- 12 Apr, 2026
- 133
સિદ્ધપુર તાલુકાના વડું ગામે ખેડૂત ભાઈઓ સાથે ખાટલા બેઠક યોજાઈ હતી.
સિદ્ધપુર તાલુકાના વડું ગામ ખાતે આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ખાટલા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખેડૂત ભાઈઓ સાથે સંવાદ કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે ઉપસ્થિત ખેડૂત મિત્રોને આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વ હેઠળ ખેડૂતોના હિતમાં લેવામાં આવેલા ઐતિહાસિક નિર્ણયોની વિગતવાર માહિતી આપવામાં આવી હતી. વક્તાઓએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર હંમેશા ખેડૂતોને આત્મનિર્ભર બનાવવાની દિશામાં કાર્યરત રહી છે.
બેઠક દરમિયાન ખેડૂત ભાઈઓમાં ભાજપ પ્રત્યેનો ઉત્સાહ, જુસ્સો અને કમળ ખિલાવવાનો આત્મવિશ્વાસ સ્પષ્ટપણે જોવા મળ્યો હતો.
આ બેઠકમાં ભાજપ કિસાન મોરચાના હોદ્દેદારો સહિત શ્રી અમરતભાઈ દેસાઈ, શ્રી અશોકભાઈ પરમાર, શ્રી ભાવેશભાઈ જોષી, શ્રી મહિપતસિંહ, શ્રી ભરતજી, શ્રી કિશનભાઈ દેસાઈ, શ્રી વિષ્ણુભાઈ પટેલ, શ્રી અરવિંદભાઈ, શ્રી વર્ષાબેન પરમાર, શ્રી ભુપેન્દ્રભાઈ દેસાઈ, શ્રી બળદેવભાઈ દેસાઈ તેમજ ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.







