ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી ખાતે ફેકલ્ટી ઓફ એન્જિનિયરિંગ (કમ્પ્યુટર)ના સંશોધક ડૉ. યજ્ઞ ભૂપેન્દ્રકુમાર અધ્યારુએ તેમની પીએચ.ડી. થિસિસ સફળતાપૂર્વક ડિફેન્ડ કરી મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે.

તેમનો સંશોધન વિષય "IoT Enabled Horse Remote Health Monitoring System using Machine Learning" રહ્યો હતો, જેમાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને ઘોડાઓના આરોગ્યની દુરસ્થ દેખરેખ માટે નવીન પ્રણાલી વિકસાવવામાં આવી છે.

આ સંશોધન કાર્ય માર્ગદર્શક ડૉ. શાલિની ગુપ્તાના માર્ગદર્શન હેઠળ પૂર્ણ કરવામાં આવ્યું હતું. યુનિવર્સિટી પરિવાર દ્વારા ડૉ. અધ્યારુને આ નોંધપાત્ર સિદ્ધિ બદલ અભિનંદન પાઠવવામાં આવ્યા છે.

Share :

સંબંધિત સમાચાર