- 13 Apr, 2026
- 126
સિદ્ધપુરમાં ભીમ ચોક ખાતે ડૉ. બી.આર. આંબેડકરની તકતીનું અનાવરણ, ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતિ રહ્યા હતા.
સિદ્ધપુર શહેરના ભીમ ચોક ખાતે ભારતના મહાન વિચારક, સમાજ સુધારક અને ભારતીય બંધારણના શિલ્પી ડૉ. ભીમરાવ આંબેડકર સાહેબની તકતીનું અનાવરણ ગૌરવપૂર્ણ માહોલમાં કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂત ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને બાબા સાહેબને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
કાર્યક્રમ દરમિયાન વક્તાઓએ જણાવ્યું હતું કે બાબા સાહેબ આંબેડકરજીનું સમગ્ર જીવન પીડિત, શોષિત અને વંચિત વર્ગોના ઉદ્ધાર માટે સમર્પિત રહ્યું હતું. તેમણે સમાનતા, ન્યાય અને માનવ અધિકારો માટે અવિરત સંઘર્ષ કર્યો અને દેશને મજબૂત તથા સમાનતાપૂર્ણ બંધારણ આપ્યું. તેમના વિચારો આજે પણ સમાજ માટે પ્રેરણાસ્ત્રોત છે.
આ તકતીનું અનાવરણ માત્ર એક ઔપચારિક કાર્યક્રમ નહીં પરંતુ તેમના આદર્શોને જીવનમાં ઉતારવાનો સંકલ્પ હોવાનું જણાવી સૌએ તેમના દર્શાવેલા માર્ગ પર ચાલી સમાજમાં સમાનતા, એકતા અને વિકાસ માટે કાર્ય કરવાની પ્રતિજ્ઞા લીધી હતી.









