- 20 Dec, 2025
- 55
બિલિયા ગામમાં 1.5 કરોડના ખર્ચે સીસી રોડ સુવિધાપથનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું
બિલિયા દૂધ ડેરીથી પ્રકાશ વિદ્યાલય રોડ તેમજ બિલિયા થી લાલપુર (લક્ષ્મીપુરા) રોડ સુધી ગામતળ વિસ્તારમાં સીસી રોડના સુવિધાપથનું કામ અંદાજે રૂ. 1.5 કરોડના ખર્ચે હાથ ધરવામાં આવી રહ્યું છે. આ વિકાસ કાર્યનું શુભ ખાતમુહૂર્ત માનનીય શ્રી બલવંતસિંહ રાજપૂત સાહેબના હસ્તે ભવ્ય રીતે સંપન્ન થયું હતું.
આ નવા સુવિધાપથના નિર્માણથી બિલિયા ગામ તથા આસપાસના વિસ્તારોને નોંધપાત્ર લાભ મળશે. માર્ગ અને પરિવહન સુવિધાઓમાં સુધારો થવાથી ગ્રામજનોના રોજિંદા જીવનમાં સરળતા આવશે. ઉપરાંત ખેતી તથા વ્યવસાય સંબંધિત વાહનવ્યવહાર વધુ સુલભ બનશે.
ગ્રામજનોના સર્વાંગી વિકાસને વેગ આપતું આ માર્ગ નિર્માણ કાર્ય બિલિયા ગામના વિકાસ માટે એક મહત્વપૂર્ણ કડી સાબિત થશે.










