પાટણના પ્રસિદ્ધ રેવડિયા મેળાનું વન અને પર્યાવરણ મંત્રી શ્રી પ્રવીણ માળીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. પાટણના પ્રસિદ્ધ પદ્મનાભ મંદિર, જે “રેતીના ભગવાન” તરીકે જાણીતા છે, ત્યાં આજથી સાત દિવસીય રાત્રિમેળાનો પ્રારંભ થયો છે. આ મેળો લોકપ્રિય રીતે રેવડિયા મેળા તરીકે ઓળખાય છે.  મંત્રીશ્રીએ આ પ્રસંગે જણાવ્યું કે મંત્રી બન્યા પછી પ્રથમવાર પાટણની મુલાકાત અને પદ્મનાભ ભગવાનના દર્શનનો લ્હાવો મળ્યો એ બાબતે તેઓ આનંદ અનુભવે છે. તેમણે જણાવ્યું કે માટીના ઢગને ભગવાન પદ્મનાભ સ્વરૂપે પૂજવાની પરંપરા લોકઆસ્થા અને શ્રદ્ધાનું અનોખુ પ્રતીક છે. મેળામાં લોકો ઉત્સાહપૂર્વક જોડાઇ રાત્રિ મેળાનો આનંદ માણતા હોય છે.

 

અહીં દર વર્ષે લોકો ઈકો ટુરિઝમ અને સ્પિરિચ્યુઅલ ટુરિઝમના ભાગરૂપે મેળો માણવા આવે છે. તેથી મંદિર પરિસર આસપાસ લીલોતરી અને પ્રાકૃતિક સૌંદર્ય વધારવા માટે વન વિભાગને સૂચના આપવામાં આવી છે. જેથી ભાવિકો પ્રકૃતિના સાક્ષી બનીને ઈકો ફ્રેન્ડલી વાતાવરણમાં ભગવાનના દર્શન કરી શકે છે.

Share :

સંબંધિત સમાચાર