- 22 May, 2025
- 96
શેરબજાર સતત બીજા દિવસે ધડામ, સેન્સેક્સમાં 644 અંકના ઘટાડા સાથે બંધ
STOCK MARKET TODAY : ટ્રેડિંગ સપ્તાહના ચોથા દિવસે ભારે ઘટાડા સાથે શેરબજાર રેડ ઝોનમાં બંધ થયું. બીએસઇ પર સેન્સેક્સ 644 પોઈન્ટના ઘટાડા સાથે 80,951.99 પર બંધ થયો. તેમજ એનએસઇ પર નિફ્ટી 0.82 ટકાના ઘટાડા સાથે 24,609.70 પર બંધ થયો. ગુરુવારે એશિયન બજારોમાં નબળાઈને કારણે ભારતીય શેરબજારોમાં ભારે ઘટાડો થયો, જેમાં ઓટો અને કન્ઝ્યુમર ગુડ્સ શેર સૌથી વધુ ઘટ્યા.
આજના ટ્રેડિંગ દરમિયાન પાવર ગ્રીડ, ટેક મહિન્દ્રા, એચસીએલ ટેક્નોલોજીસ, નેસ્લે, હિન્દુસ્તાન યુનિલિવર, આઇટીસી, ટીસીએસ અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના શેર સૌથી વધુ ઘટ્યા.
ક્ષેત્રીય મોરચે, નિફ્ટી બેંક, ઓટો, એફએમસીજી, આઇટી, ફાર્મા, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને ઓઇલ એન્ડ ગેસ જેવા સૂચકાંકો 0.5 ટકાથી 1.5 ટકા સુધી ઘટ્યા હતા. વ્યાપક બજારમાં, નિફ્ટી મિડકેપમાં 0.35 ટકાનો ઘટાડો થયો હતો, જ્યારે નિફ્ટી સ્મોલકેપમાં 0.1 ટકાનો નજીવો વધારો નોંધાયો હતો.
આજે શેરબજારમાં શા માટે ઘટાડો થયો છે?
યુએસ ટ્રેઝરી યીલ્ડમાં વધારો
મૂડીઝના ડાઉનગ્રેડ પછી યુએસ રાજકોષીય ચિંતાઓ
નબળી યુએસ બોન્ડ માંગ
ઓપનિંગનું બજાર
ટ્રેડિંગ સપ્તાહના ચોથા દિવસે શેરબજાર ઘટાડા સાથે રેડ ઝોનમાં ખુલ્યું. બીએસઈ પર સેન્સેક્સ 360 પોઈન્ટના ઘટાડા સાથે 81,193.67 પર ખુલ્યો. જ્યારે એનએસઈ પર નિફ્ટી 0.46 ટકાના ઘટાડા સાથે 24,700.30 પર ખુલ્યો.










