- 21 May, 2025
- 96
Stock Market Closing: શેરબજારમાં તેજીનો દોર, સેન્સેક્સમાં 350 પોઈન્ટનો ઉછાળો
બજારના આરંભે આજે સેન્સેકસ અને નિફ્ટીમાં નજીવો ઉછાળો જોવા મળ્યો હતો. સેન્સેકસમાં+126.70 (0.16%)ના ઉછાળા સાથે 81,313.13ના સ્તર પર ખૂલ્યો. અને આ જ સમયે નિફ્ટી +51.60 (0.21%)ના ઉછાળા સાથે 24,735.50ના સ્તર પર ખૂલ્યો. આજે બુધવારે સંરક્ષણ ક્ષેત્રની કંપની ડેટા પેટર્ન્સ (ઇન્ડિયા) લિમિટેડના શેરમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો છે. જણાવી દઈએ કે ડેટા પેટર્ન્સ (ઇન્ડિયા) લિમિટેડ તેજસ અને બ્રહ્મોસ મિસાઇલ જેવા ફાઇટર એરક્રાફ્ટમાં વપરાતી ઇલેક્ટ્રોનિક્સ સિસ્ટમ્સનું ઉત્પાદન કરે છે. બ્રહ્મોસ મિસાઈલ ભારતની સૌથી ઝડપી અને સૌથી શક્તિશાળી મિસાઈલોમાંની એક છે, જે તેની ઉચ્ચ ગતિ અને ચોકસાઈ માટે જાણીતી છે. આજે ટ્રેડિંગ દરમિયાન શેરમાં 4% થી વધુનો વધારો થયો હતો. તેની કિંમત 2829 રૂપિયા સુધી પહોંચી ગઈ હતી.
જયારે સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેરબજારમાં સેન્સેક્સ-નિફ્ટીમાં જોરદાર વધઘટ જોવા મળી. સવારે સારી શરૂઆત બાદ આજે બજાર બંધ થવાના સમયે સેન્સેક્સ અને નિફ્ટી −272.19 (0.33%) પોઈન્ટનો ઘટાડા સાથે 82,058.41ના સ્તર પર બંધ થયા હતા. જયારે નિફ્ટી −74.30 (0.30%) ઘટાડો થતા 24,945.50ના સ્તર પર બંધ થયો હતો. વૈશ્વિક અનિશ્ચિતતા અને શેરબજારમાં સતત ઘટાડાને કારણે, રોકાણકારો ગોલ્ડ ETF તરફ વળી રહ્યા છે. સોના પર સારું વળતર મળવાની શક્યતા વચ્ચે, રોકાણકારો ETF દ્વારા મોટા પાયે રોકાણ કરી રહ્યા છે. જેના કારણે સ્થાનિક બજારમાં સોનાના ભાવમાં વધારો થઈ રહ્યો છે.










