અમેરિકામાં રહેલા ભારતીયો માટે ભારતમાં પૈસા મોકલવવાનું હવે મોંઘું પડી શકે છે, કારણ કે અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે નવા કરના પ્રસ્તાવ સાથે વિદેશમાં મોકલાતા નાણાં પર 5% એક્સાઇઝ ડ્યુટી (ટેક્સ) લગાડવાનો વિચારો વ્યક્ત કર્યા છે. આ કર 'મુખ્ય પ્રાથમિકતા બિલ' હેઠળ લાદવામાં આવશે અને તે ગ્રીન કાર્ડ ધારકો તથા H1B વિઝાધારકો પર લાગુ થશે. તેમાં ઘણા NRI પણ આવરી લેવાશે.

Donald Trump wins 2nd term in historic return to White House - ABC News

આ પગલાના કારણે ખાસ કરીને અમેરિકામાં રહેતા ભારતીયો પર દર વર્ષે લગભગ **$1.64 બિલિયન (દસ હજાર કરોડથી વધુ)**નો વધારાનો આર્થિક બોજ પડશે. ભારતીય રિઝર્વ બેંક (RBI) ના આંકડા અનુસાર, આ ટેક્સ ભારત તરફ આવતા રેમિટન્સને પણ અસર કરી શકે છે. 2023-24માં ભારતને કુલ $118.7 બિલિયનનું રેમિટન્સ મળ્યું હતું, જેમાંથી માત્ર અમેરિકામાંથી $32.9 બિલિયન (અંદાજે 27.7%) આવ્યા હતા. અગાઉની વર્ષોની તુલનામાં આ વધારો નોંધપાત્ર છે, જે દર્શાવે છે કે અમેરિકામાં રહેલા ભારતીયો પોતાના ઘરના સભ્યોને વધુ મદદ મોકલી રહ્યા છે.

પરંતુ, આવા ટેક્સના કારણે સામાન્ય પરિવારોને મોટી અસર થઈ શકે છે. ઘણા લોકો પોતાનાં માતાપિતા, પત્ની-બાળકો કે અન્ય પ્રિયજનોને નાણાં મદદરૂપ રૂપે મોકલતા હોય છે. આવા સમયમાં 5% જેટલો વધારાનો ખર્ચ તેમની આવકમાં ઘટાડો કરી શકે છે અને ગ્રામીણ તથા નબળી આર્થિક સ્થિતિવાળા પરિવારો પર ખાસ અસર થઈ શકે છે.

 

Share :

સંબંધિત સમાચાર