સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત નેદ્રા જિલ્લા પંચાયત સીટ તેમજ ચાર તાલુકા પંચાયત સીટના ઉમેદવારોના સમર્થનમાં ચંદ્રાવતી ખાતે ભવ્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત રહી કાર્યકર્તાઓ સાથે સક્રિય ચૂંટણીલક્ષી સંવાદ સાધવામાં આવ્યો અને પ્રચારને વધુ મજબૂત બનાવવાના પ્રયાસો પર ચર્ચા થઈ.

સભામાં જણાવાયું હતું કે માનનીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબના દ્રઢ નેતૃત્વ હેઠળ દેશમાં થયેલા વિકાસકાર્યોને કારણે જનતામાં ભાજપ પ્રત્યે વિશ્વાસ વધ્યો છે. મતદાતાઓ ભાજપાને જંગી બહુમતીથી વિજયી બનાવવા સંકલ્પબદ્ધ હોવાનું પણ જણાવાયું હતું.

આ પ્રસંગે શ્રી મુકેશભાઈ ચૌધરી, શ્રી દિલીપજી ઠાકોર, શ્રી વિષ્ણુભાઈ પટેલ, શ્રી વિક્રમસિંહ ઠાકોર, શ્રી અભુજી ઠાકોર, શ્રી શૈલેષભાઈ પટેલ, શ્રી ભુપનજી રાજપૂત, શ્રી વિજયભાઈ, શ્રી અગરાજી, શ્રી દલુજી, શ્રી જલાજી, શ્રી લક્ષ્મણજી, શ્રી સુરેશજી, શ્રી હરેશભાઈ પટેલ, શ્રી ભીખુજી, શ્રી વીરસંગજી તેમજ જિલ્લા અને તાલુકા પંચાયતના ઉમેદવારશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. મોટી સંખ્યામાં કાર્યકરો અને સ્થાનિક નાગરિકોએ હાજરી આપી હતી.

Share :

સંબંધિત સમાચાર