- 21 Apr, 2026
- 117
સિદ્ધપુરમાં વોર્ડ 1 અને 7ની સભામાં ભાજપ ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડવા આહવાન
સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંતર્ગત સિદ્ધપુર શહેરના વોર્ડ નંબર 1 અને વોર્ડ નંબર 7માં યોજાયેલી ચૂંટણીસભામાં નેતાઓ ઉપસ્થિત રહી કાર્યકર્તાઓ સાથે સંવાદ કર્યો હતો. આ દરમિયાન ઉમેદવારશ્રીઓને પ્રચંડ બહુમતીથી વિજયી બનાવવા માટે આહવાન કરવામાં આવ્યું હતું.
સભામાં ભાજપના શાસનમાં શહેરોમાં થઈ રહેલા સતત વિકાસકાર્યોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. નાગરિકોએ વિકાસના મુદ્દાને ધ્યાનમાં રાખીને ભાજપ પ્રત્યે વિશ્વાસ વ્યક્ત કર્યો અને મજબૂત વિજય માટે સમર્થન આપવાની ખાતરી આપી.
આ પ્રસંગે શ્રી કૌશલભાઈ જોશી, શ્રી વિષ્ણુભાઈ પટેલ, શ્રી રોહિતભાઈ પંચોલી, શ્રી ભરતભાઈ મોદી, શ્રી કિરણભાઈ ઠાકોર, શ્રી જે.ડી પટેલ, પ્રીતિબેન મોદી, શ્રી મેહુલભાઈ શાહ, શ્રી હમીદભાઈ મનસુરી, શ્રી દિનેશભાઈ ઝાલા, સુશીલાબેન પટેલ, શ્રી શૈલેષભાઈ પંચોલી સહિત મહામંત્રીશ્રીઓ, કાર્યકરો, મહિલા મોરચા, યુવા મોરચા અને ઉમેદવારશ્રીઓ તેમજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા










