ભારતીય જનતા પાર્ટીના કુંવારા જિલ્લા પંચાયત તેમજ ચાર તાલુકા પંચાયતની સંયુક્ત સભા કલ્યાણા ખાતે યોજાઈ હતી. આ પ્રસંગે ઉપસ્થિત રહી કાર્યકરો અને ગ્રામજનો સાથે સંવાદ કરવામાં આવ્યો હતો તેમજ ઉમેદવારોને પ્રચંડ બહુમતીથી વિજયી બનાવવા માટે આહવાન કરવામાં આવ્યું હતું.

સભા દરમિયાન ભાજપના શાસનમાં ગામડાંઓમાં થઈ રહેલા અવિરત વિકાસ કાર્યોને ધ્યાનમાં રાખીને ગ્રામ્યજનો દ્વારા ભાજપના મજબૂત વિજયનો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો. વિકાસની ગતિ જાળવી રાખવા માટે મતદાતાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

આ પ્રસંગે નંદાજી ઠાકોર, મુકેશભાઈ ચૌધરી, વિષ્ણુભાઈ પટેલ, પ્રહલાદજી ઠાકોર, કાંતિભાઈ પટેલ, ભરતજી, છાનાજી, સુમતિભાઈ પટેલ, વીરસંગભાઈ ચૌધરી, ભુપેન્દ્રભાઈ રાજપૂત, ગુલાબસિંહ રાજપૂત, વિક્રમસિંહ ઠાકોર, ડાયાભાઈ દેસાઈ તેમજ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના ઉમેદવારો સહિત મોટી સંખ્યામાં કાર્યકરો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Share :

સંબંધિત સમાચાર