- 20 Apr, 2026
- 124
મેત્રાણાખાતે ભાજપની સભા, જિલ્લા અને તાલુકા સીટો પર પ્રચંડ જીત માટે આહવાન
ભારતીય જનતા પાર્ટીના વાઘણા જિલ્લા પંચાયત તેમજ ચાર તાલુકા પંચાયતની સંયુક્ત સભા મેત્રાણા ખાતે યોજાઈ હતી. આ સભામાં ઉપસ્થિત રહી ઉમેદવારોને પ્રચંડ બહુમતીથી વિજયી બનાવવા માટે કાર્યકરો અને ગ્રામજનોને આહવાન કરવામાં આવ્યું હતું.
સભા દરમિયાન ભાજપના શાસનમાં ગામડાંઓમાં થઈ રહેલા અવિરત વિકાસ કાર્યોને ધ્યાનમાં રાખીને ગ્રામ્યજનો દ્વારા ભાજપના મજબૂત વિજયનો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો. વિકાસની ગતિ જાળવી રાખવા માટે ભાજપને ફરી એકવાર બહુમતી આપવા માટે લોકોએ ઉત્સાહ દર્શાવ્યો હતો.
આ પ્રસંગે મુકેશભાઈ ચૌધરી, વિષ્ણુભાઈ પટેલ, પ્રહલાદજી પટેલ, અશોકભાઈ પટેલ, વિક્રમસિંહ ઠાકોર, શૈલેષભાઈ પટેલ, વીરસંગભાઈ ચૌધરી, ભરતજી ઠાકોર, ઈશ્વરભાઈ ઠાકોર, અભુજી ઠાકોર, સુરેશજી સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.










