- 20 Apr, 2026
- 145
સિદ્ધપુરના વોર્ડ નં. 2 રાજપુર ખાતે ભાજપની સભા, ઉમેદવારોને પ્રચંડ જીત માટે આહવાન
સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંતર્ગત સિદ્ધપુર શહેરના વોર્ડ નંબર 2, રાજપુર ખાતે આયોજિત સભામાં ઉપસ્થિત રહી કાર્યકર્તાઓ સાથે સંવાદ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ઉમેદવારશ્રીઓને પ્રચંડ બહુમતીથી વિજયી બનાવવા માટે આહવાન કરવામાં આવ્યું હતું.
સભા દરમિયાન ભાજપના શાસનમાં શહેરોમાં થઈ રહેલા અવિરત વિકાસ કાર્યોને ધ્યાનમાં રાખીને નાગરિકોએ ભાજપના મજબૂત વિજય અંગે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. વિકાસના મુદ્દાઓને આગળ વધારવા માટે મતદાતાઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.
આ પ્રસંગે કૌશલભાઈ જોશી, વિષ્ણુભાઈ પટેલ, મિહિરભાઈ, મેરૂભા, હસમુખભાઈ પટેલ, આર.સી. પટેલ, રમેશભાઈ, અશોકભાઈ પટેલ, નકુભાઈ પટેલ, હેતાર્ત શુક્લા, કપુરજી ઠાકોર તેમજ વોર્ડ નંબર 2ના ઉમેદવારશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.










