- 02 Jan, 2026
- 69
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે મહેસાણામાં સ્પેસ મેકિંગ પ્રોજેક્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
મહેસાણા:
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મહેસાણા મહાનગરપાલિકા દ્વારા તાલુકા પંચાયત કચેરી પાસે રોડ સાઇડની જગ્યાએ વિકસાવવામાં આવેલા સ્પેસ મેકિંગ પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું હતું.
આ પ્રોજેક્ટ અંતર્ગત અંદાજે 2500 ચોરસ મીટર વિસ્તારમાં નવનિર્મિત પ્લાઝા વિકસાવવામાં આવ્યો છે. પ્લાઝામાં સુંદર લેન્ડસ્કેપિંગ સાથે નાગરિકો માટે વિરામ સ્થળ, ચેસ કોર્ટ, આકર્ષક સ્કલ્પચર, વોટર કાસકેડ ફાઉન્ટેન, વ્યાપક પ્લાન્ટેશન, ડેકોરેટિવ લાઇટિંગ, સાઉન્ડ સિસ્ટમ, CCTV કેમેરા તેમજ ફૂડ આઉટલેટ જેવી આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.










