- 20 May, 2025
- 105
IPL 2025: અરુણ જેટલી સ્ટેડિયમમાં CSK અને RR વચ્ચે મુકાબલો
IPL 2025માં આમ તો બંને ટીમો પ્લેઓફમાંથી બહાર નીકળી ગઈ છે. પરંતુ બંને ટીમો ઇન્ડિયન પ્રીમીયર લીગમાં વધુ એક જીત પોતાના નામે કરવા સાંજે આમને-સામને જોવા મળશે. આ મેચ બંને ટીમો માટે સન્માનની લડાઈ રહેશે. એકબાજુ દિલ્હીમાં ગરમીનો આતંક છે છતાં હવામાનમાં સાધારણ બદલાવ જોતા વરસાદ મેચની મજા બગાડી શકે છે.
હાલમાં ચેન્નાઈ સુપર કિંગ્સે જીત મેળવવતા ખેલાડીઓમાં આત્મવિશ્વાસ જોવા મળી રહ્યો છે. CSKમાં શિવમ દુબેની શાનદાર બોલિંગ ઉપરાંત બોલરોએ પણ સારું પ્રદર્શન કરતાં ઇડન ગાર્ડન્સ ખાતે કોલકાતા નાઈટ રાઇડર્સ (KKR) ને બે વિકેટથી હરાવ્યું હતું. CSK દિલ્હીમાં અરુણ જેટલી સ્ટેડિયમમાં વધુ સારું પ્રદર્શન કરે તેવી તેના ફેન્સને અપેક્ષા છે.
ઉત્તરભારતમાં અત્યારે હવામાનમાં બદલાવ આવ્યો છે. જો કે દિલ્હીમાં કાળઝાળ ગરમી પડી રહી છે પરંતુ છેલ્લા કેટલાક દિવસોમાં શહેરમાં ધૂળની ડમરી સાથે તોફાની પવનના કારણે કેટલાક વિસ્તારમાં છૂટોછવાયા વરસાદ જોવા મળ્યો હતો. સામાન્ય વરસાદના કારણે તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી નીચે આવવાના કારણે હળવો વરસાદ જોવા મળી શકે છે. ચેન્નાઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેની મેચમાં વરસાદ મજા બગાડી શકે છે.
અરુણ જેટલી સ્ટેડિયમની પીચમાં મોટાભાગે બોલરોને મદદ મળી છે. મોટાભાગે આ પીચ પર સ્પિનરોને સફળતા મળી છે. બેટસમેનોએ પણ રન બનાવ્યા છે પરંતુ સપાટ પીચના કારણે બોલ ટર્ન થતા સ્પિનર્સને વધુ મદદ રહે છે. મહત્વનું છે કે IPLમાં ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) અને રાજસ્થાન રોયલ્સ (RR) વચ્ચે અત્યાર સુધીમાં 30 રોમાંચક મેચ રમાઈ છે, જેમાં બંને ટીમોએ જોરદાર ટક્કર આપી છે.










