આખરે આઈપીએલ પ્લેઓફ્સમાં 4 ટીમ નક્કી થઈ છે. રવિવારે દિલ્હી સામે ગુજરાતની ભવ્ય જીત બાદ 3 ટીમ નક્કી થઈ છે. પ્લેઓફ્સમાં આવનારી પહેલી ટીમ ગુજરાત ટાઈટન્સ છે જેના 18 પોઈન્ટ છે, બીજા નંબરે 17 પોઈન્ટ સાથે બેંગ્લુરુ અને ત્રીજા ક્રમે 17 પોઈન્ટ સાથે પંજાબ કિંગ્સ છે.

પ્લેઓફ્સની ટીમ

(1) ગુજરાત ટાઈટન્સ

(2) રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ

(3) પંજાબ કિંગ્સ

ચોથી ટીમ માટે 3 વચ્ચે મુકાબલો

ચોથી ટીમ માટે 3 ટીમો વચ્ચે મુકાબલો છે જેમાં દિલ્હી, મુંબઈ અને લખનઉ વચ્ચે સીધો મુકાબલો છે. પ્લેઓફ્સમાં મુંબઈની ટીમની વધારે શક્યતા છે. જો દિલ્હી મુંબઈ સામે હારે તો તેનો પણ આઈપીએલમાંથી નીકળી જશે અને જો દિલ્હી સામે મુંબઈ હારે તો તેમણે પંજાબ સામેની મેચ જીતવી જ પડે. જ્યારે GT, RCB અને PBKS એ પ્લેઓફમાં પોતાનું સ્થાન બુક કરી લીધું છે, તેઓ હજુ પણ ટોચના બેમાં સ્થાન મેળવવા માટે સ્પર્ધા કરી રહ્યા છે, જેનાથી તેમને ફાઇનલમાં પહોંચવાની બે તક મળશે. પોઈન્ટ ટેબલ પર એક અને બે સ્થાન મેળવનાર ટીમો ફાઇનલમાં સીધા પ્રવેશ માટે ક્વોલિફાયર 1 માં એકબીજા સામે રમશે. ક્વોલિફાયર 1 માં હારનાર ટીમ ફાઇનલમાં સ્થાન મેળવવા માટે એલિમિનેટર (નંબર 3 અને 4 સ્થાન મેળવનાર ટીમો વચ્ચે) ના વિજેતા સાથે રમશે.

Share :

સંબંધિત સમાચાર