ખંભાત APMC અને ખંભાત વિધાનસભા ભાજપ પરિવાર દ્વારા આણંદ જિલ્લા ભાજપના નવનિયુક્ત પ્રમુખ સંજયભાઈ પટેલનો સત્કાર સમારંભનું રવિવારે યોજાયો. કાર્યક્રમ અનાજ મુખ્ય માર્કેટ યાર્ડ, તારાપુર રોડ, ખંભાત ખાતે યોજાયો હતો.

સન્માન સમારંભમાં સંજયભાઈ પટેલે પાર્ટી દ્વારા મુકેલા વિશ્વાસને એક આગવી જવાબદારી તરીકે સ્વીકારીને નિષ્ઠાપૂર્વક સેવાભાવિ પ્રવૃત્તિઓ દ્વારા આણંદ જિલ્લામાં ભાજપને વધુ મજબૂત બનાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. આ પ્રસંગે જિલ્લાના સાંસદ મિતેષભાઈ પટેલ, ખંભાતના ધારાસભ્ય ચિરાગભાઈ પટેલ સહિત જિલ્લાના તમામ ધારાસભ્યો, પૂર્વ સાંસદ, અનેક હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.વિશેષરૂપે, ખંભાત વડતાલ સ્વામિનારાયણ મંદિરના આસિ.કોઠારી ધર્મનંદન સ્વામીએ સંજયભાઈને પુષ્પહાર પહેરાવીને આશીર્વાદ આપ્યા હતા. સંજયભાઈ પટેલે રાલજ ગામના સરપંચ તરીકે દસ વર્ષ સેવા આપી છે. ખંભાત વિધાનસભાના ધારાસભ્ય તથા ખંભાત APMCના ચેરમેન તરીકે પણ ફરજ બજાવી ચુક્યા છે. તાજેતરમાં તેમને અમદાવાદ મહાનગરના પ્રભારી તરીકેની જવાબદારી પણ સોંપવામાં આવી છે. આ કાર્યક્રમમા હજારો કાર્યકર્તાઓની ઉપસ્થિતિએ સંજયભાઈ પટેલ પ્રત્યેનો જન આધાર દર્શાવ્યો હતો. તેઓએ આણંદ જિલ્લા માટે એક નવી દિશા અને વિકાસનો સંકલ્પ લીધો છે.

 

Share :

સંબંધિત સમાચાર