આવતી કાલથી "ઓપરેશન ક્લીન ચંડોળા"નો બીજો તબક્કો શરૂ, AMCના અધિકારીઓ સહિત ખુદ CP હાજર રહેશે
Operation Clean Chandola : મેટ્રોસિટી અમદાવાદમાં હવે ફરી એકવાર આવતીકાલથી ઓપરેશન ક્લિન ચંડોળા શરૂ થશે. વાસ્તવમાં આવતીકાલથી ઓપરેશન ક્લીન ચંડોળાનો બીજો તબક્કો (ઓપરેશન ક્લિન ચંડોળા 2.0) શરૂ થશે.
નોંધનીય છે કે, અગાઉ ચંડોળા તળાવ પાસે ગેરકાયદેસર દબાણો હટાવાયા હતા. જે બાદમાં હવે કાલથી ચંડોળા તળાવ આસપાસ ફરી મેગા ડિમોલિશન શરૂ થશે. આ કાર્યવાહી દરમિયાન પોલીસ કમિશનર જી.એસ.મલિક અને AMCના અધિકારીઓ હાજર રહેશે.
![]()
રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ શહેર પોલીસ કમિશનર જી.એસ.મલિક સાથે ડિમોલિશનની કાર્યવાહી અંગે ચર્ચા કરી હતી. મહત્વનું છે કે, આવતીકાલથી શરૂ થનાર ઓપરેશન ક્લિન ચંડોળા 2.0 હેઠળ આશરે 2.5 લાખ ચોરસ મીટર જગ્યા પરના દબાણો દૂર કરાશે. નોંધનીય છે કે, પ્રથમ તબક્કામાં 4 હજાર જેટલા ગેરકાયદે મકાનો તોડી પડાયા હતા.





