પાટણવાડા સમાલ ગોળ રોહિત સમાજ સમૂહલગ્ન સમિતિ દ્વારા આયોજિત પ્રથમ સમૂહલગ્નોત્સવ ખુબ જ ભવ્ય રીતે યોજાયો હતો. આ પ્રસંગે માનનીય ધારાસભ્યશ્રી બલવંતસિંહ રાજપૂત સાહેબ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમ દરમિયાન ધારાસભ્યશ્રીએ ૨૧ નવદંપતીને આશીર્વાદ આપીને તેમના નવા જીવનપ્રવાસ માટે હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે જણાવ્યું હતું કે સમાજ દ્વારા આયોજિત આવા સમૂહલગ્નોત્સવો સમાજમાં એકતા, સહકાર અને સંસ્કારોને વધુ મજબૂત બનાવે છે તેમજ સરળ અને સંસ્કારી લગ્ન પ્રથાને પ્રોત્સાહન આપે છે.

આ પ્રસંગે સંત રોહિતદાસ અને મા બહુચરના આશીર્વાદ સમગ્ર સમાજ પર કાયમ રહે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી. સાથે જ આ સુંદર આયોજન માટે સમગ્ર સમાજ અને આયોજનકર્તાઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

કાર્યક્રમમાં પ્રમુખ શ્રી રામજીભાઈ એમ. મિસ્ત્રી, મહામંત્રી ગીરીશભાઈ એન. પરમાર, જયેશભાઈ એમ. નગરિયા, ખજાનચી રમેશચંદ્ર એલ. ધારવા, અધ્યક્ષ અશોકભાઈ એમ. પરમાર, જયંતીલાલ કે. પરમાર, પરેશભાઈ રેણુકા (Dy. SP), ભાનુમતિબેન મકવાણા સહિત અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ ઉપરાંત ભોજન દાતાશ્રી મધાભાઈ પરમાર, પુષ્કરલાલ કાંસા, રેવાલાલ રાવત, અશોકભાઈ વાઘડ, નીતિનભાઈ ઝાંગરા, મુકેશભાઈ ગોટીવાલા, શૈલેશભાઈ કોટવાલ, મોહનલાલ કુવારા, દીપકભાઈ સદપુર અને અરવિંદ પરમાર સહિતના આગેવાનો પણ હાજર રહ્યા હતા.

સમૂહલગ્નોત્સવમાં સમાજના મોટી સંખ્યામાં સભ્યો હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

Share :

સંબંધિત સમાચાર