PM Modi Gujarat : ઓપરેશન સિંદૂર પછી PM મોદી પ્રથમવાર ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. PM મોદી આગામી 26, 27 મેના રોજ ગુજરાતના જુદા-જુદા શહેરોનો પ્રવાસ કરશે. આ દરમિયાન PM મોદી 3300 કરોડના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કરશે. આ સાથે આગામી 27 મેના રોજ પ્રધાનમંત્રી ગાંધીનગરમાં મહાત્મા મંદિર જશે. આ દરમિયાન શહેરી વિકાસ વિભાગના કાર્યક્રમામાં સામેલ થઇને 22 હજાર મકાનોની ફાળવણી કરશે. આ સાથે અમદાવાદ-ગાંધીનગર રિવરફ્રન્ટ ફેઝ-3નું ખાતમૂહુર્ત કરશે.

પ્રધાનમંત્રી મોદીનો ગુજરાત પ્રવાસ

આ ઓપરેશન સિંદૂર પછી પ્રધાનમંત્રીનો પહેલો ગુજરાત પ્રવાસ છે. તા. 26, 27 મેના રોજ ગુજરાતના જુદા-જુદા શહેરોનો પ્રવાસ કશે. જેમાં ખાસ કરીને અમદાવાદ, દાહોદ, ભૂજમાં કાર્યક્રમોમાં હાજરી આપશે. 26મેના રોજ PM મોદી વડોદરા જશે અને અહીં રોડ-શો યોજશે. જે બાદમાં PM મોદી દાહોદની મુલાકાત લેશે. અહીં દાહોદમાં રેલવે વર્કશોપનું લોકાર્પણ કરશે. આ સાથે દાહોદમાં PM મોદી જનસભાને સંબોધન કરવાના છે.

આ તરફ વડોદરા અને દાહોદ બાદ PM મોદી કચ્છની મુલાકાતે જશે. અહીં ભૂજમાં PM મોદી જાહેરસભાને સંબોધિત કરશે. આ તરફ કચ્છથી અમદાવાદ આવી PM મોદી રોડ-શોમાં સામેલ થશે. આ સાથે 27 મેના રોજ પ્રધાનમંત્રી ગાંધીનગરમાં મહાત્મા મંદિર જશે. અહીં શહેરી વિકાસ વિભાગના કાર્યક્રમામાં સામેલ થઇને 22 હજાર મકાનોની ફાળવણી કરશે. આ સાથે 3300 કરોડના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કરશે. આ સાથે PM મોદી અમદાવાદ-ગાંધીનગર રિવરફ્રન્ટ ફેઝ-3નું ખાતમૂહુર્ત કરશે.

Share :

સંબંધિત સમાચાર