પાકિસ્તાન બાદ હવે રડાર પર બાંગ્લાદેશ, ભારતે એવું કર્યું કે થયું 9367 કરોડનું નુકસાન, જાણો
ભારત પહેલગામ હુમલા પછી, સતત એક્શન મોડમાં છે. પાકિસ્તાનને યોગ્ય પાઠ ભણાવ્યા પછી, સરકાર હવે પાકિસ્તાનને ટેકો આપતા દેશો અને તેની નજીકના દેશોને નિશાન બનાવી રહી છે. તેમાં તુર્કીયે અને અઝરબૈજાનનો સમાવેશ તો થયા છે પણ તેની સાથે બાંગ્લાદેશ, કે જેની ચીન સાથે ગાઢ મિત્રતા છે, તે પણ ભારતના રડાર પર છે.
વિવાદસ્પદ ટિપ્પણીની ભારે કિંમત ચૂકવવી પડશે
તાજેતરમાં મોહમ્મદ યુનુસે ચીનમાં ભારત વિશે કેટલીક વિવાદાસ્પદ ટિપ્પણીઓ કરી હતી અને હવે તેમને તેની ભારે કિંમત ચૂકવવી પડશે. ભારતના માત્ર એક પગલાથી, ડ્રેગનના આ મિત્રને કરોડોનું નુકસાન થશે.
બાંગ્લાદેશ માટે ભારતે લગાવ્યો પ્રતિબંધ
સૌથી પહેલા વાત કરવામાં આવે તો ભારત દ્વારા બાંગ્લાદેશ વિરુદ્ધ કરવામાં આવેલી આર્થિક સ્ટ્રાઈક વિશે, તો તેમાં ભારતે બાંગ્લાદેશના ઘણા માલ માટે ભારતીય લેન્ડ પોર્ટ પર પ્રતિબંધ મૂક્યો છે. 9 એપ્રિલે ભારતે 2020માં આપેલી ટ્રાન્સશિપમેન્ટ સુવિધા પાછી ખેંચી લીધા પછી આ પગલું લેવામાં આવ્યું છે, જેનાથી બાંગ્લાદેશને ભારતીય પોર્ટ અને દિલ્હી એરપોર્ટ દ્વારા મધ્ય પૂર્વ અને યુરોપમાં નિકાસ કરવાની મંજૂરી મળી હતી. શનિવાર, 17 મેના રોજ, આ પોર્ટ પર બાંગ્લાદેશથી આયાત થતી ઘણી વસ્તુઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, જેમાં રેડીમેડ ગાર્મેન્ટ્સ અને પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ્સનો સમાવેશ થાય છે.
તમામ પોર્ટથી આયાત પર પ્રતિબંધ
શનિવારે (17 મે) ડિરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ (DGFT) દ્વારા જાહેર કરાયેલા નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે બાંગ્લાદેશથી તૈયાર વસ્ત્રોની આયાત હવે ફક્ત બે પોર્ટ, ન્હાવા શેવા અને કોલકાતા પોર્ટ સુધી મર્યાદિત રહેશે, જ્યારે અન્ય તમામ પોર્ટથી આયાત પર પ્રતિબંધ રહેશે. અર્થ સ્પષ્ટ છે કે હવે બાંગ્લાદેશ લેન્ડ પોર્ટને બદલે ફક્ત દરિયાઈ પોર્ટ દ્વારા નિકાસ કરી શકશે.
બાંગ્લાદેશને થયું આટલું નુકસાન
આ પગલું ડાયરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડ (DGFT)ના નિર્દેશ બાદ લેવામાં આવ્યું હતું, જેમાં ભારત સરકારે તાત્કાલિક જમીન પોર્ટ પર બાંગ્લાદેશી માલ પર પ્રતિબંધ મૂક્યો હતો અને તેને ફક્ત બે દરિયાઈ પોર્ટ સુધી મર્યાદિત રાખ્યો હતો. ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઇનિશિયેટિવ (GTRI)એ એક રિપોર્ટ જાહેર કર્યો છે જેમાં ભારત દ્વારા લેવામાં આવેલા આ પગલાથી બાંગ્લાદેશને 770 મિલિયન ડૉલર લગભગ 9,367 કરોડ બાંગ્લાદેશી ટાકાના માલ પર અસર થઈ શકે છે અને આ આંકડો કુલ દ્વિપક્ષીય આયાતના લગભગ 42 ટકા છે.










