- 19 Apr, 2026
- 142
કોલકાતા નાઈટ રાઈડર્સની રોમાંચક જીત, રાજસ્થાનને 4 વિકેટે હરાવ્યું; વરુણ ચક્રવર્તી બન્યા મેન ઓફ ધ મેચ
કોલકાતા નાઈટ રાઈડર્સ અને રાજસ્થાન રોયલ્સે વચ્ચે રમાયેલ ઇન્ડિયન પ્રીમિયર લીગ 2026ની 28મી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સે શાનદાર પ્રદર્શન સાથે 4 વિકેટે જીત મેળવી હતી.
મેચમાં પ્રથમ બેટિંગ કરતા રાજસ્થાન રોયલ્સે નિર્ધારિત 20 ઓવરમાં 9 વિકેટના નુકસાન પર 155 રન બનાવ્યા હતા. જવાબમાં કોલકાતા નાઈટ રાઈડર્સે 19.4 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 161 રન બનાવી લક્ષ્યાંક હાંસલ કર્યો હતો.
KKR તરફથી બેટ્સમેનોએ મહત્વપૂર્ણ યોગદાન આપતા ટીમને જીત સુધી પહોંચાડી હતી. બીજી તરફ બોલિંગમાં શાનદાર પ્રદર્શન બદલ વરુણ ચક્રવર્તી ને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યા હતા.
આ જીત સાથે કોલકાતા ટીમે ટૂર્નામેન્ટમાં પોતાની સ્થિતિ વધુ મજબૂત બનાવી છે, જ્યારે રાજસ્થાન રોયલ્સને આ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો.










