- 14 Jan, 2026
- 153
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે દરિયાપુરના વાડીગામ ખાતે સ્થાનિક નાગરિકો સાથે ઉત્તરાયણની ઉજવણી કરી હતી.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજના ઉત્તરાયણ પર્વની ઉજવણી અમદાવાદ શહેરના દરિયાપુર વિસ્તારમાં આવેલા વાડીગામ ખાતે સ્થાનિક રહેવાસીઓ સાથે કરી હતી.
મુખ્યમંત્રીશ્રી પોતાની વચ્ચે ઉપસ્થિત થતા જ સ્થાનિક નાગરિકોમાં ઉત્સાહની લાગણી જોવા મળી હતી. નાગરિકોએ હર્ષનાદો સાથે મુખ્યમંત્રીશ્રીનું ભાવભીનું સ્વાગત અને અભિવાદન કર્યું હતું.







