- 06 Oct, 2026
- 197
ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટીમાં ‘Career with AI’ વિષય પર એક્સપર્ટ ટોક યોજાયો હતો.
સિદ્ધપુર: ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ એન્જિનિયરિંગના ડિપાર્ટમેન્ટ ઓફ કોમ્પ્યુટર એન્જિનિયરિંગ દ્વારા વિદ્યાર્થીઓ માટે ‘Career with AI’ વિષય પર એક્સપર્ટ ટોકનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં નિષ્ણાત વક્તા શ્રી જય પ્રજાપતિએ વિદ્યાર્થીઓને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)નું ભવિષ્ય, AI ક્ષેત્રમાં ઊભી થઈ રહેલી કારકિર્દીની તકો, ઉદ્યોગ ક્ષેત્રના બદલાતા પ્રવાહો તેમજ AI ક્ષેત્રમાં સફળ કારકિર્દી બનાવવા માટે જરૂરી કૌશલ્યો અંગે વિસ્તૃત માહિતી આપી હતી.
એક્સપર્ટ ટોકનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને AI ટેક્નોલોજીના વધતા વ્યાપ અને ભવિષ્યમાં ઉપલબ્ધ થનારી વિવિધ કારકિર્દીની તકો અંગે માહિતગાર કરવાનો હતો. સત્ર દરમિયાન વિદ્યાર્થીઓને AI ક્ષેત્રમાં પોતાની કારકિર્દી ઘડવા માટે જરૂરી જ્ઞાન અને વ્યવહારુ માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ફેકલ્ટી ઓફ એન્જિનિયરિંગના ડીન ડૉ. દિલીપ પટેલ, વિભાગના ફેકલ્ટી સભ્યો તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર સત્ર દરમિયાન વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.આ પ્રકારના નિષ્ણાત સત્રો દ્વારા વિદ્યાર્થીઓને વર્તમાન ટેક્નોલોજી, ઉદ્યોગની જરૂરિયાતો અને ભવિષ્યની કારકિર્દીની તકો અંગે પ્રાયોગિક સમજ મળી રહે છે.










