- 16 Apr, 2026
- 154
ગોકુલ ગ્લોબલ સ્કૂલનો CBSEમાં 100% પરિણામ, વિદ્યાર્થીઓએ ઈતિહાસ સર્જ્યો હતો.
ગોકુલ ગ્લોબલ સ્કૂલે CBSE બોર્ડ પરીક્ષા 2025–26માં 100% પરિણામ હાંસલ કરીને ગૌરવપૂર્ણ સિદ્ધિ નોંધાવી છે. શાળાના તમામ વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી સંસ્થાનું નામ ઉજ્જવળ બનાવ્યું છે.
આ સફળતામાં શ્રેષ્ઠ સ્થાન મેળવનાર વિદ્યાર્થીઓમાં ફૈઝ પરવેઝ અલી ચૌધરીએ પ્રથમ સ્થાન મેળવ્યું છે, જ્યારે જિયા અલ્પેશકુમાર મેવાડાએ દ્વિતીય અને માનસી રમેશ રાજપુરોહિતે તૃતીય સ્થાન મેળવ્યું છે.
વિદ્યાર્થીઓની મહેનત, શિક્ષકોના માર્ગદર્શન અને વાલીઓના સહકારના પરિણામે આ નોંધપાત્ર સફળતા પ્રાપ્ત થઈ છે.
શાળાના સંચાલકમંડળે તમામ વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોને આ સિદ્ધિ બદલ હાર્દિક અભિનંદન પાઠવ્યા છે.










